દાહોદ તાલુકાના ગમલા ગામે ઈન્દોર અમદાવાદ હાઈવે પર મોટરસાયકલ પરથી પટકાયેલ મહિલા પર ટ્રકનું તોતિંગ પૈડું ફરી વળતા મહિલાનું સ્થળ પર મોત

દાહોદ તાલુકાના ગમલા ગામે બે મોટર સાયકલો વચ્ચે સર્જાયેલા અકસ્માત માં મોટર સાયકલ પરથી નીચે પટકાયેલ આધેડ મહિલા પર તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકનું ધોતિંગ પૈડું ફરી વળતાં થયેલી ગંભીર ઈજાઓને કારણે આધેડ મહિલાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક મોટરસાયકલ ચાલત તેના કબજાની મધ્ય પ્રદેશ પાસીંગની એમપી-૪૫-એમ.ટી.-૨૫૨૧ નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દાહોદ તાલુકા ના ગમલા ગામે ઈન્દોર અમદાવાદ હાઈવે પર આગળ જતી ભંગેલા ગામના વાંદરીયા ફળિયાના રામાભાઈ ગલાભાઈ મેળાના શાળાના છોકરા અનિલભાઈ જવસિંગ ભાઈ માવીની જીજે-૨૦-એબી-૨૧૨૩ નંબરની મોટરસાયકલને પાછળથી જોશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જીજે -૨૦-એબી- ૨૧૨૩ નંબરની મોટરસાયકલ પર પાછળ બેઠેલ રામાભાઈ ગુલા ભાઈ મેડાની પતની ધાપુબેન રામાભાઈ મેડા મોટરસાયકલ પરથી રોડ પર પટકાતા તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અજાણી ટ્રકનું તોતિંગ પૈડું ધાપુબેન મેડાના કમ્મરના નીચેના ભાગે ફરી વળતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુંમોત નિપજયુંહતું. જ્યારે અનિલભાઈ જવશીંગ ભાઈ માવીને ડાબા પગે તથા જમણા હાથની ટચલી આંગળીએ ફ્રેક્ચર તેમજ છાતી તથા કપાળના ભાગમાં નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અનિલભાઈ જવસીંગભાઈ માવીને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ મરણ જનાર ધાપુબેન રામાભાઈ મેડાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે કતવારા સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે ખંગેલા ગામના વાંદરીયા ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય રામાભાઈ ગલાભાઈ મેડાએ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દ્વારા પોલીસે આ સંદર્ભે એમપી-૪૫-એમટી-૨૫૨૧ નંબરની મોટરસાયકલના ચાલત વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે