અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરનાં ર૯૧ જંક્શનને સિગ્નલ ફ્રી કરવાની દિશામાં આગળ વધી રહી છે

અમદાવાદમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે હવે માત્ર રસ્તા પહોળા કરવા, લાયઓવર કે અંડરપાસ બનાવવા પૂરતું માનવામાં આવતું નથી. ટ્રાફિકને વારંવાર રોક્યા વગર સતત આગળ ધપાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરનાં ર૯૧ જંક્શનને સિગ્નલ ફ્રી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ જંક્શન પર પરંપરાગત ટ્રાફિક સિગ્નલના બદલે કેપ્સૂૂલ સર્કલ મોડલ અમલમાં મૂકવામાં આવશે.

ટ્રાફિક ડીસીપી નરેશ કણજરિયાના જણાવ્યા મુજબ અમદાવાદનાં ર૯૧ જંક્શનને સિગ્નલ દૃૂર કરીને કેપ્સૂલ મોડલ અપનાવવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર સિગ્નલ દૃૂર કરવામાં આવતા નથી, પરંતુ સમગ્ર જંક્શનને ટ્રાફિક એન્જિનિયિંરગના સિદ્ધાંતો પ્રમાણે ફરીથી ગોઠવવામાં આવે છે. વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ, યુ-ટર્ન, ડિવાઈડર, સર્વિસ રોડ અને લેન ડિસિપ્લિનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તૈયાર કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવિધ જંક્શન પર વાહનોની સંખ્યા, ટ્રાફિક લો, પીક અવર્સ અને અકસ્માતના ડેટાનો અભ્યાસ કરી રહી છે, જેના આધારે એવાં જંક્શન પસંદ કરવામાં આવે છે, જ્યાં સિગ્નલ કરતાં કેપ્સૂલ સર્કલ વધુ અસરકારક બની શકે. દૃરેક જંક્શન માટે સ્થાનિક ટ્રાફિકની જ‚રિયાત પ્રમાણે અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

આ સમગ્ર કામગીરીમાં અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ભૂમિકા રહે છે. રોડના માળખામાં જ‚રી ફેરફાર, ડિવાઈડર, રોડ માર્કિંગ, સાઇનેજ, સ્ટ્રીટ ફર્નિચર સહિતની સિવિલ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, બીજી તરફ ટ્રાફિકનું સંચાલન અને નવી વ્યવસ્થાનું અમલીકરણ ટ્રાફિક પોલીસ સંભાળે છે. કેપ્સૂલ સર્કલ અને બેરિકેડની મદદથી કેટલાંક જંક્શન પર સિગ્નલ ફ્રી વ્યવસ્થા શ‚ પણ કરવામાં આવી છે. પીરાણા, નારોલ, કમોડ સર્કલ, હાથીજણ સર્કલ, ગરીબનગર, સ્વસ્તિક ચાર રસ્તા, રબારી કોલોની, નિકોલ-કઠવાડા અને દૃાસ્તાન સર્કલ સહિતના વિસ્તારોમાં આ મોડલ અમલમાં મૂકવામાં આવી રહૃાું છે. સિગ્નલ પર વાહનો લાંબા સમય સુધી ઊભાં રહેતાં હોવાથી એક જ સ્થળે ટ્રાફિકનું દબાણ વધે છે. કેપ્સૂલ સર્કલ મોડલમાં વાહનોને સતત ગતિ આપવાનો પ્રયાસ થાય છે, જેના કારણે ટ્રાફિક જામમાં રાહત સાથે વાહનચાલકોનો સમય બચી શકે છે. ટ્રાફિક પોલીસના આયોજન મુજબ સરેરાશ ર૦થી ૩૦ મિનિટનો સમય બચાવવાનો પ્રયાસ છે, સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે અને કાર્બન ઉત્સર્જન ઓછું થતાં પ્રદૃૂષણમાં ઘટાડો થાય તેવો હેતુ છે.

અમદાવાદમાં અમલમાં આવી રહેલી ટ્રાફિક વ્યવસ્થામાં અન્ય શહેરોના અધિકારીઓ પણ રસ દૃાખવી રહૃાા છે. દિલ્હી પોલીસની ટ્રાફિક ટીમ અમદાવાદ આવીને વિવિધ જંક્શનનું નિરીક્ષણ કરી ચૂકી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી છે. અમદાવાદનું આ મોડલ સફળ રહે તો ભવિષ્યમાં અન્ય શહેરોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

જે વિસ્તારોમાં સિગ્નલ ફ્રી વ્યવસ્થા કરાશે ત્ોમાં – પીરાણા,- નારોલ – કમોડ સર્કલ,- હાથીજણ સર્કલ,- ગરીબનગર,- સ્વસ્તિક ચાર રસ્તા,- રબારી કોલોની,- નિકોલ-કઠવાડા,- દાસ્તાન સર્કલ,- હીરાવાડી-બાપુનગર – ભાટ-કોટેશ્ર્વર,- નાના ચિલોડા,- મધર ડેરી,- હાટકેશ્ર્વર,- પેલોડિયમ મોલ,- કાગડાપીઠ સફલ માર્કેટ,- કારગિલ પેટ્રોલ પંપ,- કાંકરિયા,- સિવિલ હોસ્પિટલ,- ગિરધરનગર,- કોઝી હોટલ,- સોલા સિવિલ,- સીટીએમ,- ઈન્દિરાબ્રિજ,- નરોડા ગેલેક્સી સિનેમા