અમદાવાદના એસપી રિંગ રોડ પર ૧૭૫ કરોડના ખર્ચે આકાર લેશે ૧૩ માળનું હાઈ-રાઈઝ ઔડા ભવન’

શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા નવી પેઢીના વહીવટી મુખ્યાલય તરીકે સરદાર પટેલ રિંગ રોડ પર ભાટ સર્કલ પાસે એક અત્યાધુનિક “AUDA ભવન” નિર્માણ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આશરે ?૧૭૫ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારી આ ઇમારત માત્ર એક વહીવટી મકાન નહીં, પરંતુ ટકાઉ ડિઝાઇન, ઊર્જા કાર્યક્ષમતા અને નાગરિક-કેન્દ્રિત સુવિધાઓનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનશે. આ ભવનને આઇજીબીસી (ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ) પ્લેટિનમ રેટિંગના લક્ષ્યાંક સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પર્યાવરણાનુકૂળ સરકારી ઇમારતો માટે નવો માપદંડ સ્થાપિત કરશે.

પ્રસ્તાવિત ઔડા ભવન ૧૧,૭૬૦ ચોરસ મીટર (આશરે ૧.૨૬ લાખ ચોરસ ફૂટ)ના વિશાળ પ્લોટ વિસ્તારમાં આકાર લેશે. આ ઇમારતમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૧૧ માળ સહિત કુલ ૧૩ સ્તરની સુવિધા સાથે ૪૫ મીટરની ઊંચાઈ ધરાવતું હાઈ-રાઈઝ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. ભવનની ડિઝાઇનમાં ક્લાઈમેટ-રેસ્પોન્સીવ આર્કિટેક્ચર, ડબલ ગ્લાસ ગ્લેઝિંગ, ઇન્સ્યુલેટેડ રૂફિંગ અને વિશાળ ગ્રીન સ્પેસનો સમાવેશ કરાયો છે, જેથી કુદરતી પ્રકાશ મહત્તમ મળે અને ગરમીનો પ્રવેશ ઓછો થાય.

સુસ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે આ ભવનના ટેરેસ પર વિશાળ સોલાર પેનલ સિસ્ટમ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ અને સંકલિત જળ વ્યવસ્થાપન પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવશે. પાણીના સંગ્રહ, રિચા‹જગ અને પુનઃઉપયોગ માટે સમર્પિત ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાશે. આ ઉપરાંત, સમગ્ર ઇમારતના આયુષ્ય દરમિયાન કાર્બન ઉત્સર્જન ઓછું થાય તે માટે સ્ટીલ અને કોંક્રિટના યોગ્ય ઉપયોગ સાથે ‘હોલ-લાઇફ કાર્બન’ અભિગમને ધ્યાનમાં રાખીને આરસીસી શિયર-વોલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે.

આ ભવનને નાગરિકો માટે અત્યંત સરળ અને સુલભ બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્ર,ઇડબ્લ્યુએસ સેવાઓ, રિસેપ્શન અને પ્રદર્શન ક્ષેત્ર રાખવામાં આવશે. વહીવટી જરૂરિયાતો માટે આધુનિક બોર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ, કમાન્ડ સેન્ટર અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પા‹કગની સુચારુ વ્યવસ્થા માટે બેઝમેન્ટમાં એકસાથે ૨૫૦ કાર અને ૩૦૦ ટુ-વ્હીલર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા ઊભી કરવામાં આવશે, જેમાં વાહનોની મુવમેન્ટ માટે અલગ એન્ટ્રી અને એક્ઝીઇટ ગેટ હશે.

સલામતી અને દિવ્યાંગાનુકૂળ સુવિધાઓ અંગે વિશેષ ધ્યાન આપતાં આ ઇમારતમાં ફાયર સ્પ્રિનકલર, હાઇડ્રન્ટ, ફાયર લિફ્ટ, ઇમરજન્સી પાવર સિસ્ટમ અને બેઝમેન્ટ સ્મોક એક્સ્ટ્રેક્શન સિસ્ટમનો સમાવેશ કરાયો છે. આ સાથે જ દિવ્યાંગજનો માટે સ્ટેપ-ફ્રી એક્સેસ, ખાસ પા‹કગ, રેમ્પ, ટેક્ટાઇલ વે-ફાઇન્દીન્ગ્ અને એક્સેસિબલ ટોઇલેટ જેવી સુવિધાઓ સાથે આ ભવનને સર્વસમાવેશક બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અમદાવાદના શહેરી વિકાસ અને સુશાસનમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.