
ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટી ૨૦ શ્રેણી પહેલા બે અનુભવી ભૂતપૂર્વ ક્રિકેટરો ઉમેર્યા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ અને ઓલરાઉન્ડર આન્દ્રે એડમ્સ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ રહેશે. બંને વચગાળાના મુખ્ય કોચ ડીન બ્રાઉનલી સાથે કામ કરશે. ગુપ્ટિલ નિયમિત સહાયક કોચ ક્રેગ મેકમિલનનું સ્થાન લેશે. મેકમિલન તાજેતરમાં પીઠની સર્જરી કરાવી હતી અને હાલમાં તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.
તેમની ગેરહાજરીમાં, ગુપ્ટિલ નિષ્ણાત બેટિંગ અને ફિલ્ડિંગ સપોર્ટ તરીકે સેવા આપશે.૨૦૦૯ થી ૨૦૨૨ સુધી ન્યુઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ગુપ્તીલ ટીમમાં નોંધપાત્ર અનુભવ લાવી શકે છે. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૬૭ મેચ રમી છે. મહિલા ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત, ગુપ્ટિલ કહ્યું કે તેઓ ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમમાં જાડાવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે.
આન્દ્રે એડમ્સ કાર્યકારી મુખ્ય કોચ ડીન બ્રાઉનલીના સહાયક તરીકે સેવા આપશે. ઓટાગો વોલ્ટ્સના સહાયક કોચ, એડમ્સે અગાઉ ન્યુઝીલેન્ડ મહિલા ટીમ સાથે કામ કર્યું છે, ૨૦૧૭ અને ૨૦૨૩ માં તેમની સાથે પ્રવાસ કર્યો છે. તેમણે તાજેતરમાં મહિલા હંડ્રેડમાં બ‹મગહામ ફોનિક્સને પણ કોચિંગ આપ્યું છે.૨૦૦૧ થી ૨૦૦૭ દરમિયાન ન્યુઝીલેન્ડ માટે ૪૭ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર એડમ્સે કહ્યું કે ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમમાં ફરી જાડાવું તેમના માટે ખાસ હતું. તેમણે કહ્યું કે ટીમ સાથે અગાઉ કામ કર્યા પછી, તેઓ ખાસ વાતાવરણ અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવા પર કેટલું મહત્વ આપવામાં આવે છે તે સમજે છે.
ડીન બ્રાઉનલીને ફક્ત ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી મુખ્ય કોચ તરીકે કાર્યરત બેન સોયરે સપ્ટેમ્બરમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટના મહિલા ઉચ્ચ-પ્રદર્શન માળખાની સમીક્ષા બાદ રાજીનામું આપ્યું હતું. ન્યુઝીલેન્ડ ટીમ ૧૨ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. બંને દેશો વચ્ચેની ટી ૨૦ મેચ ૧૮, ૨૦ અને ૨૨ ઓક્ટોબરે નોર્થ સિડની ઓવલ ખાતે રમાશે. તે પહેલાં, ટીમ ૨૫ ઓક્ટોબરે ગવર્નર-જનરલ સામે પ્રેક્ટિસ મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમઃ અમેલિયા કેર (કેપ્ટન), એડન કાર્સન, ફ્લોરા ડેવોનશાયર, મેડી ગ્રીન, બ્રુક હેલિડે, બ્રી એલિંગ, પોલી ઈંગ્લીસ (વિકેટકીપર), બેલા જેમ્સ, જેસ કેર, રોઝમેરી મેર, નેન્સી પટેલ, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લાઇમર, હેન્ના રો અને ઇઝી શાર્પ.