વિવિધ લાભોની લાલચ આપી સિનિયર સિટીઝનનું કાર્ડ કઢાવવા સિટીઝને રૂપિયા પાંચ લાખ ગુમાવ્યા
ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના ૬૧ વર્ષીય સિનિયર સિટીઝનને એક્સ સર્વિસ ગવર્મેન્ટ એપ.એપીકે નામની એક ફાઈલ ડાઉનલોડ કરાવી સિનિયર સિટીઝન કાર્ડમાં વિવિધ લાભો આપવાની લાલચ આપી એસબીઆઈ બેંકના તેના ખાતામાંથી રૂપિયા પાંચ લાખ કઢાવી` લઈ સિનિયર સિટીઝન કાર્ડ નહીં આપી સિનિયર સિટીઝન સાથે
છેતરપિંડી અને ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રકુંજદે નંબર ૭૮૮૯૨૦૩૦૭૦ વાળી વ્યક્તિએ તારીખ ૧૩-૯-૨૦૨૬ થી ૧૯-૯-૨૦૨૦ સુધીમાં ફતેપુરા તાલુકાના લીમડીયા કામના માલ ફળિયામાં રહેતા ૯૧ વર્ષીય સબુરભાઈ રામજીભાઈ માલ નામના સિનિયર સિટીઝનન ઈટ જીટ્વિષ્ઠી ખંહું હૈં.ટ્ટ નામની એક ફાઈલ ડાઉનલોડ કરાવી મૂડી રોકાણમાં વધારે વ્યાજ દર, હોસ્પિટલ ની સારવારમાં ૫૦% રાહત, હવાઈ મુસાફરી મફત, બસ ભાડામાં ૫૦% રાહત જેવી વસ્તુઓ મળતી હોય તેવું સિનિયર સિટીઝન કાર્ડ કાઢી આપવાની લાલચ આપી હતી અને ૭૮૮૯ ૨૦૩૦૭૦, ૮૪૫૩૦૨૬૩૮૫ તથા ૯ ૨ ૮ ૨ ૫ ૮ ૨ ૫ ૧ ૪ whatsap નંબરવાળા વ્યક્તિઓએ સળુભાઈ રામજીભાઈ માલના તેમના ખાતામાંથી રૂપિયા
૫,૦૦,૦૯૨/- જેટલી માતબ રકમ કઢાવી પડાવી લીધી હતી ત્યાર બાદ સમય વિત્યા સિનિયર સિટીઝન કાર્ડ ના આવતા તેઓએ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ ફોન પર કોઈ જવાબ ન મળતા તેઓને પોતાની સાથે છેતરપિંડી, ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ આ સંબંધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદ ખાતે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૭(૨), ૩૧૮(૪), ૩૧૯૨), ૬૧(૨) તથા આઈ.ટી એક્ટ કલમ ૬૬ (સી), મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે