
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારના મંત્રી પરવેશ વર્મા પર આમ આદમી પાર્ટી કાર્યકર સાહિબ સિંહને થપ્પડ મારવાના આરોપમાં દિલ્હી પોલીસ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ સચિન દત્તે પોલીસને અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક વીડિયો શેર કર્યો છે,
જેમાં નાયબ મુખ્યમંત્રી અને દિલ્હી સરકારના પીડબ્લ્યુડી મંત્રી પરવેશ વર્મા એક યુવાનને થપ્પડ મારતા જાવા મળે છે જે રોડ બાંધકામમાં કથિત ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવી રહ્યો હતો. આ ઘટનાએ દિલ્હીના રાજકારણને ગરમાવો આપ્યો છે. આપ નેતાઓ સતત ભાજપ પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન, આજે દિલ્હી હાઈકોર્ટે આ મામલે પોલીસ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.