
નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નવી ધમકી અંગેની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે આ પગલું ભર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્ઞાનેશ કુમાર પાસે પહેલેથી જ ’ઢ-પ્લસ’ સુરક્ષા છે, પરંતુ ગુપ્તચર વિભાગની નવી માહિતી અને રાજધાનીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને તેમના ઘરની બહાર વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક જિલ્લા પોલીસને પણ તેમના સ્તરે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લામાં પહેલેથી જ વિરોધ પ્રદૃર્શનો ચાલી રહૃાા હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ સુરક્ષા એજન્સીઓને પરસ્પર સંકલન સાધવા કહેવામાં આવ્યું છે.
એવા સમયે જ્ઞાનેશ કુમારની સુરક્ષા વધારી દૃેવામાં આવી છે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ’ઇન્ડિયા’ ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદૃાર યાદૃીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહૃાા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.ઝેડ પ્લસએ દૃેશમાં સુરક્ષાની બીજા ક્રમની સર્વોચ્ચ શ્રેણી છે. તેનાથી ઉપર વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારના સભ્યોને પૂરી પાડવામાં આવતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સુરક્ષા આવે છે.