
“દાહોદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ અને કૌભાંડનો પર્દાફાશ થયો છે. અનાજની ગાડી ખાલી થતી વખતે મીડિયાની અચાનક તપાસમાં કૌભાંડ સામે આવ્યું છે.
દાહોદના લીમખેડામાં સરકારી અનાજ વિતરણમાં મોટી ગેરરીતિ ચલણમાં ૬૨૪ બેગ દર્શાવાઈ, પણ સ્થળ પર માત્ર ૫૫૦ બેગ જ મળી (૧૦૦ કિલો ચણાની ઘટ) બાજરીનો ગેટ પાસ જ નહોતો, ૩ તારીખનું ચલણ ૪ તારીખે ઉતારાયું
’ડોર-ટુ-સ્ટેપ ડિલિવરી’ યોજનામાં કોન્ટ્રાક્ટરની મોટી કટકીની શંકા તંત્ર દ્વારા નાયબ મામલતદાર સ્થળ પર પહોંચ્યા, તપાસનો ધમધમાટ.

“દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન પર જ્યારે અનાજનો માલ ખાલી થઈ રહ્યો હતો, ત્યારે મીડિયા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ડિલિવરી ચલણ અને ગેટ પાસમાં ચણાની ૬૨૪ બેગ દર્શાવવામાં આવી હતી, પરંતુ સ્થળ પર માત્ર ૫૫૦ બેગ જ ઉતારવામાં આવી રહી હતી. એટલે કે સીધેસીધી ૧૦૦ કિલો ચણાની ઘટ જોવા મળી હતી. આ ઉપરાંત ગાડીમાં રહેલી બાજરી માટેનો કોઈ ગેટ પાસ જ ઉપલબ્ધ નહોતો અને ૩ તારીખનું ચલણ હોવા છતાં ૪ તારીખે સવારે ૬:૦૦ વાગે માલ ઉતારવામાં આવી રહ્યો હતો.
“આ ગંભીર ગેરરીતિ સામે આવતા જ લીમખેડા મામલતદાર, પુરવઠા અધિકારી અને ઉજઘ કચેરી સુધી દોડધામ મચી ગઈ હતી. લીમખેડા પુરવઠા નાયબ મામલતદાર એન. આર. પલાસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. દુકાનદાર અને ગાડીના ચાલકે ’ભૂલથી માલ ઓછો આવ્યો હશે’ તેવો છટકાઉ જવાબ આપી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
“સરકારના નિયમ મુજબ સસ્તા અનાજની દુકાન સુધી માલ પહોંચાડવા માટે ’ડોર-ટુ-સ્ટેપ ડિલિવરી’ યોજના અમલમાં છે, જેનું ટ્રાન્સપોર્ટેશન ભાડું સરકાર ચૂકવે છે. પરંતુ દુકાનદાર ચિમનભાઈ પટેલના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી મહિને , ૯,૦૦૦ થી ૧૦,૦૦૦ પિયા ભાડું પોતાની જેબમાંથી ચૂકવે છે! જેથી સરકારનું ટ્રાન્સપોર્ટ ભાડું કોન્ટ્રાક્ટર બારોબાર સબડાવી જાય છે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે.
“બીજી તરફ ટ્રાન્સપોર્ટર ’મન્સૂરી ટ્રાન્સપોર્ટ’ના માલિક આસિફભાઈ સાથે વાત કરતા તેમણે ’વહીવટ બીજા માણસો કરે છે’ તેવો લુલો બચાવ કર્યો હતો. ગોડાઉન મેનેજર ભૂરિયા ે પણ ’જેને ઓછો માલ પડે તે ગોડાઉન પર આવીને પૂરો માલ લઈ જાય’ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ગોડાઉનમાંથી ૫૦ કિલોની બોરીમાં ૪૬ થી ૪૯ કિલો જ માલ નીકળતો હોવાના આક્ષેપો સાથે સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તેવી લોકમાગ ઉઠી છે.”
નાયબ મામલતદાર એન. આર. પલાસ…
“ગોડાઉન મેનેજર અને ડ્રાઇવર સાથે વાત કરી ફિઝિકલ જથ્થો તથા સિસ્ટમનો જથ્થો વેરીફાય કરવામાં આવશે. જો કોઈ વધઘટ કે ગેરરીતિ જણાશે તો સંબંધિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
બોકસ: દુકાન સંચાલક ચિમનભાઈ પટેલ…
“અમે ૧૫-૨૦ વર્ષથી દુકાન ચલાવીએ છીએ અને ગાડીનું ભાડું મહિને . ૯,૦૦૦ થી ૧૦ હજાર પિયા પોતાના ખિસ્સામાંથી આપીએ છીએ.
“તંત્ર દ્વારા આ કૌભાંડમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને દોષિત કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.