
પાણી નીકળ્યા બાદ અંડરપાસનું કામ ફરી શ થશે, સ્થાનિકોને રાહત મળશે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક LC-4 પાસે અંડરપાસનું કામ લાંબા સમયથી બંધ હતું. અહીં પાણી ભરાઈ રહેવાના કારણે કામગીરી અટકી પડી હતી. હવે આ પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરાયું છે.
અંડરપાસના સ્થળેથી પાણી સંપૂર્ણપણે નીકળી ગયા બાદ બાકી રહેલું કામ ફરી શરૂ કરવામાં આવશે. આનાથી અંડરપાસનું કામ આગળ વધશે.
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનું કહેવું છે કે, કામ અધૂરું હોવાથી અવરજવર અને વેપાર-ધંધા પર અસર પડી રહી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, પાણીના નિકાલની કામગીરી ઝડપથી પૂરી કરીને અંડરપાસનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. આ કામ વહેલી તકે પૂરું થવાથી શહેરા ભાગોળ વિસ્તારના લોકોને અને વેપારીઓને રાહત મળશે.