
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આશરે ૪૮.૨૨ કરોડના ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. પુનર્વિકાસ બાદ સ્ટેશનને આધુનિક, સુરક્ષિત, સુગમ અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્ટેશન ભવનનું ઉન્નતીકરણ, નવો એન્ટ્રી ગેટ, વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા, પા‹કગ, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મનું વિસ્તરણ, કવર ઓવર પ્લેટફોર્મ તેમજ બીજા પ્રવેશદ્વાર સહિતના તમામ મુખ્ય કામો પૂર્ણ થઈ ચૂક્યા છે.
કલોલ સ્ટેશન પર આશરે ૧૪,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક સ્ટેશન ભવન વિકસાવવામાં આવ્યું છે. સ્ટેશન ભવનમાં મુસાફરોની સુવિધા માટે વધુ સારી મુસાફર સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેશનના નવા ભવનને આધુનિક સ્થાપત્ય શૈલી અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે તથા આકર્ષક ભીંતચિત્રો દ્વારા સ્ટેશન પરિસરનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું છે.મુસાફરોની અવરજવરને સુગમ બનાવવા માટે ૭૦ અને ૮૦ ચોરસ ફૂટ પહોળા બે નવા પ્રવેશદ્વાર તેમજ સમાન કદના બે બહાર નીકળવાના દ્વાર વિકસાવવામાં આવ્યા છે. આ સુવિધાઓથી સ્ટેશનમાં મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થીત બની છે.
મુસાફરોની સુરક્ષિત અને સુગમ અવરજવર માટે આશરે ૭,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ૪૦ ફૂટ પહોળો અને ૧૭૩ ફૂટ લાંબો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફૂટ ઓવરબ્રિજ શહેરના બંને છેડા તેમજ તમામ પ્લેટફોર્મને જાડે છે, જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ બદલવામાં વધુ સુવિધા મળે છે. ફૂટ ઓવર બ્રિજ પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેનાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ અન્ય મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવર કરવામાં વિશેષ સુવિધા મળશે.
મુસાફરોને હવામાનથી સુરક્ષા અને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે પ્લેટફોર્મ પર આશરે ૨૦,૦૦૦ ચોરસ ફૂટનો કવર શેડ વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આશરે ૨,૩૭૦ ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ હોલ મુસાફરોને આરામદાયક પ્રતીક્ષાસ્થળની સુવિધા પૂરી પાડે છે.
સ્ટેશન પરિસરમાં આશરે ૧૮,૭૫૦ ચોરસ ફૂટ વિસ્તારમાં વ્યવસ્થિત પા‹કગ સુવિધા વિકસાવવામાં આવી છે. અહીં ૫૫ કાર અને ૧૧૦ દ્વિચક્રી વાહનોના પા‹કગની સુવિધા ઉપલબ્ધ છે. તેનાથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર અને પા‹કગ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની છે.મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ વિસ્તરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કવર ઓવર પ્લેટફોર્મનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્ટેશન પર બીજા પ્રવેશદ્વારનો વિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરના બંને તરફથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક બન્યું છે.હાલમાં આશરે ૨,૫૦૦ મુસાફરો દરરોજ કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે અને ૩૦ થી વધુ ટ્રેનો અહીં નિયમિત રીતે ઊભી રહે છે. સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને આધુનિક સુવિધાઓ, વધુ સારી કનેકટીવિટી અને વધુ સુવ્યવસ્થિત સ્ટેશન પરિસરનો લાભ મળશે.વધતી જતી વસ્તી અને ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કલોલ સ્ટેશનને દરરોજ આશરે ૪૦,૦૦૦ મુસાફરોની અવરજવરને સંભાળી શકે તેવી ક્ષમતા અનુસાર વિકસાવવામાં આવ્યું છે.