
સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે “મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેશન” (Automation in Manufacturing) વિષય પર વિશેષ એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વડોદરા સ્થિત પ્રયોશા ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર કિંજલ ગોસાલીયા અને વિકાસ વડૂકીયાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આધુનિક ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગ અને ભવિષ્યની ઔદ્યોગિક તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન વિભાગના વડા ડો. પી. બી. ટેલર અને પ્રો. કે. કે. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.