તા. ૭: ખેલ મહાકુંભ-૨૦૨૬-૨૭ અંતર્ગત દાહોદ જીલ્લા કક્ષાની વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન તા. ૧૨/૧૦/૨૦૨૬ થી ૦૬/૧૨/૨૦૨૬ દરમિયાન કરવામાં આવનાર છે.
દાહોદ જીલ્લાના જે ખેલાડી ભાઈઓ તથા બહેનોએ ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓને જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ અંગેની જાણ કરવામાં આવે છે.
જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે. તમામ નોંધાયેલા ખેલાડીઓએ વેબસાઇટ પર કાર્યક્રમની વિગતવાર માહિતી જોઈ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
ખેલાડીઓ https://khelmahakumbh.gujarat.gov.inવેબસાઇટ પરથી સ્પર્ધાની તારીખ, સમય અને સ્થળ સહિતની વિગતો મેળવી શકશે.
વધુ માહિતી માટે જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જીલ્લા રમત ગમત સંકુલ, દેવગઢ બારીયા, દાહોદ ખાતેની કચેરીનો સંપર્ક કરવા જીલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યું છે.