પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષનો સેવા કાળ પૂર્ણ થતાં લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ ખાતે વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ભારતનો નકશો રચ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષના સેવા કાળની પૂર્ણ થતાં દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે અનોખી અને આકર્ષક રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાનકડાં ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક માનવ સાંકળ રચી ભારતનો સુંદર નકશો આકાર્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એકતામાં અનેકતાના સંદેશને ઉજાગર કરતાં ભારતના નકશાની રચના કરી હતી. નાનકડાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ રચનાએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.

દેશ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ આપતી આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીના લાંબા જાહેર સેવા કાળને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે માનવ સાંકળમાં જોડાઈને ભારતના નકશાનું સ્વ‚પ ધારણ કર્યું હતું. આ સમગ્ર આયોજનમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના રાષ્ટ્રસેવાના કાર્યકાળને અભિનંદન પાઠવી, દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ દરમ્યાન સાંસદ જશવંતસિંહ ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ભાજપા પ્રમુખ સ્નહેલ ધરીયા, ધારાસભ્યઓ, જીલ્લા શિક્ષણાધિકારી દામા, શિક્ષણ નિરક્ષક ભોંકણ સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.