ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે કોરલ ફાર્મ દુર્ગંધ મારતી શાકભાજીની આડમાં દારૂ મંગાવી કટીંગ કરતા રૂ.૮૦.૫૭ લાખના દારૂ સાથે બે ઈસમ ઝડપ્યા

ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે વડોદરા-ગોધરા રોડ પર આવેલ કોરલ ફાર્મની અંદર ટ્રક નંબર એમએચ.૧૪. બીજે.૦૦૫૭માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને કટીંગ કરે છે. તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે રેઈડ કરી હતી. વિદેશી દા‚ની પેટીઓ નંગ-૭૦૫ કિંમત રૂ.૮૦,૫૭,૧૩૪/-નો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૯૦,૭૭,૧૩૪/-ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગોધરા તાલુકાના દયાળ કાંકરા ગામે વડોદરા-ગોધરા હાઈવે રોડ પર આવેલ કોરલ ફાર્મની અંદર આરોપીઓ જયંતિભાઈ પારસીંગભાઈ ચારેલ, હિંમતભાઈ ચંદુભાઈ નાયકા જે ટ્રક નંબર એમએચ.૧૪.બીજે.૦૫૭માં દુર્ગંધ મારતી કોબીજની શાકભાજીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવેલ છે અને કોરલ ફાર્મમાં દારૂની કટીંગ કરતા હોય તેવી બાતમીા આધારે તાલુકા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વિદેશી દારૂ કવાટરીયા પેટી નંગ-૭૦૫ કિંમત રૂ.૮૦,૫૭,૧૩૪/-, ટ્રક, મોબાઈલ ફોન નંગ-૨ રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂા.૯૦,૭૭,૧૩૪/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ જયંતિભાઈ પારસીંગભાઈ ચારેલ (રહે. દયાળ કાંકરા), હિંમતસિંહ ચંદુભાઈ નાયકા (રહે. કણજીયા, તા. ગોધરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સંજયભાઈ સામંતભાઈ પટેલ (થાણાગર્જન) દારૂ મંગાવનાર નાશી છુટીયો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ ફરિયાદ નોંધાવા પામી છે.