બોડેલીમાં કરિયાણાની દુકાનમાં આગ લગાવનારા આરોપીઓ ઝડપાયા

બોડેલીના ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ લગાવવાના ગુનાનો બોડેલી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. ૨૩ સપ્ટેમ્બરની રાત્રે આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ અજાણ્યા લોકોએ દુકાનના શટર આગળ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી. આ આગથી દુકાનમાં અંદાજે ૭૦,૦૦૦ ‚પિયાનું નુકસાન થયું હતું.

આ બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એસ. બરંડાના માર્ગદર્શન હેઠળ તપાસ શ‚ કરાઈ હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી હતી.

તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનામાં સામેલ આરોપીઓને શોધી કાઢ્યા અને તેમને પકડી પાડ્યા. બોડેલી પોલીસે આરોપીઓ વિ‚દ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.