
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર ગુજરાતમાં સેવા જ્યોતિ કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુર જીલ્લામાં પણ આ યાત્રા યોજાઈ હતી.
છોટાઉદેપુરના એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. સભા બાદ મશાલ સાથે બે અલગ અલગ યાત્રા નીકળી હતી. આ યાત્રાનું સમાપન કુસુમ સાગર તળાવ ગાર્ડન ખાતે થયું, જ્યાં સેવા જ્યોતિ કળશનું સ્થાપન કરાયું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ જશુભાઈ રાઠવા, ત્રણેય ધારાસભ્યો, જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જીલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, એસ.પી. ઇમ્તિયાઝ શેખ સહિત અનેક અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. યાત્રા દ્વારા સેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ અપાયો. વડાપ્રધાન મોદીના ’ઠય ઠશહહ ઉજ્ઞ ઈંિ’ં સંકલ્પને સાકાર કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.