
છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવની સાફ-સફાઈ માટે એકવા વીડ હાર્વેસ્ટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ સહિતના આગેવાનોની હાજરીમાં આ મશીનનું અનાવરણ કરાયું છે. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત આ તળાવ માટે ઉખઋ ગ્રાન્ટમાંથી જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આ મશીન અપાયું છે.
લોકસભા સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી, જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા અને નગર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ પરવેઝ મકરાણી સહિતના નગરજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ મશીનથી કુસુમ સાગર તળાવમાં સફાઈ થશે અને તેની સુંદરતા વધારવામાં મદદ મળશે.