
દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકાના મોટીખરજ ખાતે આરોગ્ય સહિત વિવિધ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 185 લાભાર્થીઓની OPD તપાસ, 143 લાભાર્થીઓનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 99 લાભાર્થીઓને લગતી કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નમો શ્રી તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત 5 લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 134 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને પોષણના મહત્વ અંગે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન 2 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે 5 ટીબીના લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં, આયુષ્માન કાર્ડનો લાભ મેળવનારા 3 લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની રજૂ કરી હતી. તેમણે યોજનાના માધ્યમથી મળેલી આરોગ્ય સેવાઓ અને તેના લાભ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં નગરાળાના તલાટી કમ મંત્રીશ્રીઓ, આરોગ્ય વિભાગના MPHW, FHW, CHO સહિતના કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય તપાસ, સરકારી યોજનાઓ, ટીબી સ્ક્રીનિંગ અને પોષણ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પહેલથી સરકારી સેવાઓનો લાભ સરળતાથી નાગરિકો સુધી પહોંચાડવા સાથે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.