મોરવા(હ) તાલુકાના સુલીયાત ગામે રોડ ઉ૫ર અજાણ્યા બાઈક ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને રાહદારી ૫૦ વર્ષીય વ્યકિતને ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના સુલીયાત ગામે રણછોડભાઈ ખેમાભાઈ રસેડાના ધરની સામે રોડ ઉપરથી પસાર થતા અજાણ્યા બાઈક ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને રાહદારી કીરીટભાઈ મગનભાઈ હરીજન ઉ.વ.૫૦(રહે. મોરા, હરીજન ફળીયા)ને ટકકર મારી અકસ્માત સર્જતા કીરીટભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓપ હોંચાડતા દવા સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવી બાઈક ચાલક બાઈક લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.