ઝાલોદ તાલુકાના ફુલપુરા તળ ગામે નલ સે જળ યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ

કડાણા ડેમ આધારિત પાણી પુરવઠો શરૂ કરવા ગ્રામજનોનો સર્વાનુમતે ઠરાવ, તંત્રને રજૂઆત નહીં તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.

ઝાલોદ તાલુકાના ફુલપુરા તળ ગામે હર ઘર જળનલ સે જળ યોજના અંતર્ગત કડાણા ડેમ આધારિત પાણી પુરવઠો તાત્કાલિક શ‚ કરવાની માંગ ઉઠી છે. યોજના હેઠળ ગામમાં પાઇપલાઇન નાખી ઘરોમાં નળ કનેક્શન ફિટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કનેક્શનોમાં પાણી પુરવઠો શરૂન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડતા ભૂગર્ભ જળસ્તર ઊંડું ગયું છે અને ગામના કુવા તથા બોરવેલમાં પણ પાણીના સ્તર ઘટી ગયા છે. આગામી ઉનાળાને ધ્યાનમાં લેતા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ વચ્ચે મહિલાઓ સહિત ગ્રામજનોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ મુદ્દે તા. ૦૨/૧૦/૨૦૨૬ના રોજ ફુલપુરા તળ ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા યોજાઈ હતી. સરપંચ હવસિંગભાઈ ભૂરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં કડાણા ડેમ આધારિત નલ સે જળ યોજનાનો પાણી પુરવઠો તાત્કાલિક શ‚ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામજનો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોની માંગ છે કે, યોજનાની પાઇપલાઇન અને ઘરોમાં આપવામાં આવેલા નળ કનેક્શનોમાં કડાણા ડેમનું પાણી વહેલી તકે શ‚ કરવામાં આવે અને સંબંધિત તંત્રને જ‚રી સૂચનાઓ આપવામાં આવે. જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાણીની સમસ્યાને લઈને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.