વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર સેવા અને સમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લુણાવાડા ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ક્ષેત્રે નવો ઈતિહાસ રચી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે: પ્રભારી મંત્રી પી. સી. બરંડા.

વિકાસલક્ષી શાસન અને જનકલ્યાણકારી યોજનાઓથી છેવાડાના વિસ્તારોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું: ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર.

મહાનુભાવો અને વિશાળ જનમેદનીએ વડાપ્રધાનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર સેવા અને જનસમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ ’વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહીસાગર જીલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં ’સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી, મહાનુભાવો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સમગ્ર દેશમાં નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ ૨૦૦૧થી શ‚ થયેલી આ અવિરત વિકાસયાત્રાએ છેવાડાના ગામડાઓ સુધી પ્રગતિના લાભો પહોંચાડ્યા છે અને આજે ’વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.

મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની તુલનામાં આજે ગુજરાતમાં પાયાની સુવિધાઓમાં અભૂતપૂર્વ ુુુુુુુુુુુુુુુુુુઅને વિકસિત ભારત ૨૦૪૭ ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભારી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેવા જ્યોતિ મશાલ પ્રજજ્વલન કરી યાત્રામાં જોડાયો હતા.

આ ગરિમાપૂર્ણ અવસરે જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જીલ્લા કલેક્ટર અર્પિત સાગર, જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જીલ્લા પોલીસ વડા સફિન હસન,અગ્રણી દશરથભાઈ બારીયા સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.