પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા

રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામથી એક મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદૃેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદૃીબેન પટેલના પુત્રી અનાર પટેલને મોટી જવાબદૃારી સોંપવામાં આવી છે.

ખોડલધામ ખાતે આયોજિત ’કન્વીનર મીટ ૨૦૨૬’ દૃરમિયાન સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી હતી. ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય અનાર પટેલ હવે ખોડલધામના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરશે.

ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખોડલધામના સંગઠનને લગતી તમામ ગતિવિધિઓ અને વહીવટી કામકાજમાં અનાર પટેલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ નિમણૂકથી સંગઠનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદૃારી વધશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ પાટીદૃાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અનાર પટેલ અગાઉ પણ અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહૃાા છે, ત્યારે હવે ખોડલધામ જેવા મોટા સંગઠનની કમાન તેમના હાથમાં આવતા સંગઠનને નવી ઊંચાઈ મળશે તેવું મનાઈ રહૃાું છે.