ગુજરાતમાં ચૂંટણી પહેલાં ઇડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ સાથે સવર્ણ સમાજમાં બેઠકોનો દોર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સવર્ણ સમાજના વિવિધ વર્ગો ઈઉજી રાજકીય અનામતની માગણીને તેજ કરી રહૃાા છે. આ મુદ્દે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં પાટીદૃાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા છે.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણીઓએ માગ કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૦ ટકા ઈઉજી અનામત તાત્કાલિક અમલમાં મુકાય. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે શિક્ષણ અને નોકરીમાં ઇડબ્લ્યુએસ અનામત છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ નહીં?

આ માગણીનું કારણ છે કે સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી. ચૂંટણી પહેલા આ મુદ્દો તેજ થતાં રાજકીય પાર્ટીઓ પર દૃબાણ વધ્યું છે. જો અનામત અમલી ન બને તો સમાજ આંદૃોલનના માર્ગે જઈ શકે છે.

ચૂંટણી નજીક છે, અને આવા સમયમાં સવર્ણ સમાજની આ માંગ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહી છે. હવે જોવું રહૃાું કે સરકાર સવર્ણ સમાજની આ માંગ પર શું વલણ અપનાવે છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઇડબ્લ્યુએસ રાજકીય અનામતનો મુદ્દો ગરમાયો છે ત્યારે સરકાર શું નિર્ણય લે છે, તે ઉપર સૌની નજર છે.