
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમ.જી.એસ. હાઇસ્કુલ ખાતે બુધવારે વાર્ષીક રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ મુખ્ય મહેમાન તરીકે 30 એનસીસી બટાલિયન ગોધરાના કર્નલ આર કે શેરોન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી પ્રકાશ ગાંધી તથા જયંત મહેતા, ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા, યોગેશ મહેતા, મનોજ પરીખ અને શાળાનો સ્ટાફ અને રમતોત્સવ મા ભાગ લેતા વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો નુ સ્વાગત આચાર્ય ડો. કે.પી. પટેલ દ્વારા કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી કર્નલ આર.કે.શેરોન દ્વારા મશાલ પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ શિસ્તબદ્ધ રીતે એનસીસીની પરેડ યોજાઈ હતી. લેઝીમ દાવ અને ડંબલ્સ દાવ, રસા ખેંચ, વોલીબોલ, લાંબી કુદ, ઉંચી કૂદ, ગોળા ફેંક બાદ કર્નલ દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યું અને ખેલાડીઓ ની શપથવિધી કરાઈ. ત્યારબાદ રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો.