
છોટાઉદેપુર જીલ્લાના કદવાલ તાલુકા પંચાયત કચેરીમાં મામલતદાર મિતેશ કનેજીયાએ એક મહિના પહેલાં રોપેલા ૨૦થી ૨૫ જાતના છોડનું જતન કર્યું છે.
તેઓ છોડને પાણી આપે છે અને તેની આસપાસ ગોળ વાડ કરાવી છે. મિતેશ કનેજીયા અને તેમનો સ્ટાફ દરરોજ સાંજે છોડની દેખરેખ રાખે છે.