શહેરા નગર પાલિકાના ટાઉનહોલ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું

શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચાના નીલ રાવ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત વિધાનસભા વિસ્તારનું મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમની શ‚આત ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવ, પ્રાંત અધિકારી એમ. કે. ડોડીયા, પંચમહાલ જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, તાલુકા પંચાયતના દંડક શાંતાબેન ખાંટ તેમજ નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ સહિતના આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનોમાં ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો અને દેશની સ્વતંત્રતા તથા સમાજ સુધારણામાં તેમના અતુલ્ય યોગદાનને યાદ કર્યું હતું. સાથે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતું.આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે હાલ જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર વિસ્તારમાં મહિલાઓ અને યુવાનો માટે વિવિધ કાર્યક્રમો તેમજ ૧૫મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ જ શ્રૃંખલા અંતર્ગત આજે શહેરા વિધાનસભાનું મહિલા સંમેલન યોજાયું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર કાર્યક્રમનું અત્યંત સુંદર અને ભવ્ય આયોજન થયું છે.” આ મહિલા સંમેલનમાં ભાજપ મહિલા અગ્રણી ભારતીબેન પટેલ, ધારાસભ્યના પી.એ. રણવીરસિંહ ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર સંમેલન દરમિયાન મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.