
પંચમહાલ જીલ્લામાં આગામી વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરી સુચા અને ક્ષતિરહિત રીતે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગપે જીલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. ૧૭ અને ૧૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ બે દિવસીય વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા તાલુકાના અંબાલી મુકામે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે યોજાયેલા આ તાલીમ સત્રમાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના બીજા તબક્કાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગમાં જીલ્લાના તમામ તાલુકાના ચાર્જ અધિકારીઓ, મામલતદારઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો, નાયબ મામલતદારો તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન નોડલ અધિકારી દ્વારા બીજા તબક્કાની કામગીરીની પરેખા, ફિલ્ડ વર્કની પદ્ધતિ, ટેકનિકલ પાસાંઓ અને સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક ડેટા એકત્રિત કરવા અંગે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કામગીરી દરમિયાન ઊભા થતા સંભવિત પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.