દે.બારીયા તાલુકા ભાજપના પીઠ કાર્યકર કરણ મામાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

દે.બારીયા તાલુકાના ભાજપના સંગઠનમાં કંઈક તો કાચું કપાય રહ્યું છે. તેનો ઉદાહરણ દે.બારીયા નગર પાલિકાને પેટા ચુંટણીના પરિણામોથી સાબિત થયો. નગર પાલિકાની ભાજપની બોડીમાં પહેલાથી જ બે લોબીનો ચ‚ ઉકળતો હતો. તે શહેરીજનોમાં ચર્ચાનો વિષય હતો જ અને હવે ગ્રામીણમાં આનો દાખલો લઈએ તો ખજુરી ગામના પીઠ ભાજપના કાર્યકર એવા કરણ મામા નામના લુહામણા નામે વખણાતા તેઓએ ભાજપ પક્ષને બાય બાય કરીને કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરતા છેલ્લા એક સપ્તાહથી સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ભાજપાની છાવણીમાં હડકમ મચી જવા પામ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીલ્લા કોંેગ્રેસના પ્રમુખ હર્ષદ નિનામા તેમજ ઈશ્ર્વર વાખલાના પ્રયાસોથી ભાજપાના ગ્રામીણના પીઠ કાર્યકર મોટી ખજુરી ગામના રહેવાસી કરણ મામાએ આ ઉપરાંત પ્રમુખોની સામે કોંગ્રેસમા: રહી કોંગ્રેસ પક્ષને મજબુત કરવા માટે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. વર્ષોથી ભાજપમાં રહીને ગુલામી કરી છે. તેમ છતાં કોઈ માન સન્માન મળ્યું નથી. તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. આવા પીઠ કાર્યકરના કોંગ્રેસમાં આવવાથી પાર્ટીને વેગ મળશે. તેવું કાર્યકરોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.