હાલોલ નગરમાં જાહેર માર્ગ પર બેફામ રીતે કાર હંકારવાની જીવલેણ સ્ટંટ કરવાની ધટના સામે આવી છે. જેમાં હાલોલ-ગોધરા બાયપાસ પર કંજરી ચોકડીથી જ્યોતિ સર્કલ તરફના માર્ગ પર કેટલાક કાર ચાલકોએ એકબીજાની સાથે હરીફાઈ કરી ગેરકાયદેસર રીતે કાર રેસ લગાવી હતી. આ કાર ચાલકોએ પુરઝડપે અને ગફલતરી રીતે હંકારી ઝીગઝેગ રીતે કાર ચલાવી હતી. એટલુ જ નહિ, ચાલુ કારના સનફમાંથી શરીરના ભાગો બહાર કાઢીને જોખમી રીતે સ્ટંટ પણ કરવામાં આવ્યા હતા. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં થાર, બ્રેઝા, અને સ્કોર્પિયો સહિત કુલ ૫ કાર નજરે પડી હતી. પોલીસે થાર(જીજે-૨૦-સીસી-૭૦૬૩), બ્રેઝા(જીજે-૧૭-સીકે-૫૮૦૨), અને સ્કોર્પિયો(જીજે-૦૬-પીઆર-૫૩૫૭)સહિત અન્ય બે કારના ચાલકો સામે ગુનો નોંઘ્યો છે. અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતીની પરવા કર્યા વગર જીવ જોખમમાં મુકવા બદલ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો.મદનસિંહ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. હાલોલ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.