સુખસરના વાંસીયાકુઈ નજીક રિક્ષાની ટકકરે બેને ઈજાઓ

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના વાંસીયાકુઈ નજીક ચરપોટા ફળિયા ફાંટા પાસે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં એક યુવકના ડાબા હાથનુ હાડકુ તુટી જતાં ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી.

સુખસર તાલુકાના પટીસરા ગામના ૧૯ વર્ષિય યોગેશભાઈ બામણીયા તેના કુટુંબી ભાઈ જયેશભાઈ મછાર સાથે દાદા માટે દવા લેવા વાંસીયાકુઈ ગયા હતા. દવાખાનુ બંધ હોવાનુ બંને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાટીસરા તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવેલી રિક્ષા નં.-જીજે-૨૦-વાય-૧૩૯૪ ના ચાલકે તેમને બાઈકને ટકકર મારતા બંને રસ્તા પર પટકાયા હતા. યોગેશને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે જયેશભાઈને પગમાં ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ રિક્ષા ચાલક કલ્પેશ ચરપોટ રિક્ષા સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બાબતે યોગેશભાઈએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.