કાલોલ તાલુકાના વેજલપુર ગામે પશુ દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૬ ઈસમો ઝડપી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા ઈસમોની અંગઝડતીમાં રૂ.૭,૫૮૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે પશુ દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અબ્દુલભાઈ મહોમંદ અલી પઠાણ, સોમાભાઈ નટવરભાઈ વરીયા, અરવિંદભાઈ રમણભાઈ નાયક, કનુભાઈ સોમાભાઈ વણકર, રમણભાઈ સખીયાભાઈ નાયક, શૈલેષભાઈ પુનમભાઈ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી તેમજ દાવ પર મુકેલ રૂ.૭,૫૮૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.