દાહોદ શહેર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો છે. સામાન્ય રીતે નવેમ્બરના મધ્ય ભાગમાં ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોથી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેવાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ચાલુ નવેમ્બરના સપ્તાહ દરમિયાન દાહોદ જિલમાં હવામાનમાં મિશ્ર સ્થિતિ રહી છે. છેલ્લા એક સપ્તાહના હવામાનના આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લામાં મહત્તમ તાપમાન સામાન્ય રીતે ૩૨ ડિગ્રી સે.થી ૩૬ ડિગ્રી.સે.ની આસપાસ જયારે લઘુત્તમ રાત્રિનુ તાપમાન ૧૭ થી ૨૩ ડિગ્રી સે.ની વચ્ચે નોંધાયુ છે. આકાશમાં વાદળો ઘેરાવાના કારણે તડકો મંદ પડ્યો હતો. જેના પરિણામે બપોરે મહત્તમ તાપમાન ધટીને ૩૦ ડિગ્રી સે.જેટલુ નોંધાયુ હતુ. આમ તાપમાનના ૫ારામાં આશરે ૧.૫ થી ૨ ડિગ્રી. સે.નો આંશિક ધટાડો નોંધાયો હતો. તાપમાનમાં સામાન્ય ધટાડો નોંધાયો હોવા છતાં સાંજના સમયે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૩૫ જેટલુ રહ્યુ હતુ. જયારે ૫વનની ગતિ માત્ર ૩ કિ.મી.પ્રતિ કલાક જેટલી અત્યંત ધીમી રહી હતી. ૫વનની ગતિ નહિવત હોવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ બપોરે ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી દિવસોમાં આકાશ ચોખ્ખુ થતાંની સાથે જ ઉત્તરના પવનો ફુંકાએ અને રાત્રિના તાપમાનમાં તિવ્ર ધટાડો થઈને ઠંડીનુ અસલી જોર શ થશે તેવા અણસાર છે.