કાલોલના ખંડેવાળ ગામે ખેતરમાં ધરમાં ઉંધી રહેલા ૩૦ વર્ષીય યુવાનને સાપ કરડી જતાં મોત

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે ધોડા ફળીયા ખેતરમાં ૩૦ વર્ષીય યુવાન કાચા ધરમાં ઉંધી રહ્યા હતા. તે વખતે હાથના ભાગે સાપે ડંખ મારતા દવા સારવાર માટે સરકારી દવાખાને લઈ જતાં રસ્તામાં મોત નિપજાવા પામ્યું હતું.

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે ધોડા ફળીયામાં રહેતા દિલીપસિંહ રતનસિંહ ગોહિલ ઉ.વ.૩૦ પોતાના ખેતરમાં આવેલ કાચા ધરમાં ઉંધી રહ્યા હતા. ત્યારે દિલીપસિંહને જમણા હાથમાં સાપે ડંખ માર્યો હતો. તેમને દવા સારવાર માટે કાલોલ સરકારી દવાખાનામાં ખસેડતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડતા રસ્તામાં બાસ્કા પાસે મોત નિપજાવા પામ્યુ હતું. આ બાબતે કાલોલ પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધાવા પામી છે.