મુખ્યમંત્રી ગરબાડા મૂલાકાત બીજો દિવસ ભૂપેન્દ્ર પટેલની સરળતાનું વધુ એક ઉદાહરણ

રતનમહાલથી ગરબાડા જતાં મુખ્યમંત્રી પીપર ગોટાના આદિજાતિ ખેડૂતના ઘરે ઓચિંતા જ પહોંચીગયા.

ખેતીવાડી બાળકોના અભ્યાસ અને પરિવારની આજીવીકા અંગે સંવેદનાપૂર્ણ વાર્તાલાપ કર્યા.

પીપર ગોટા જેવા નાનકડા આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની મૂલાકાતે આદિવાસીઓમાં આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે આવ્યાની લાગણી જગાવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ વિસ્તાર ગરબાડાની મૂલાકાતના બીજા દિવસે એક અદના આદિજાતિ ખેડૂતના ઘરે સાવ અચાનક જ જઈ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ રતનમહાલ પ્રોજેક્ટની મૂલાકાત લઈને ગરબાડા જવાના ‚ટમાં આવતા પીપર ગોટા ગામે ઓચિંતી જ કાર થોભાવી દીધી હતી અને આ નાનકડા આદિવાસી ગામના કાચા રસ્તા ખૂંદતા મુખ્યમંત્રી આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા.

એટલુ જ નહિ, તેમણે બકુલભાઈ અને પરિવાર સાથે મકાઈની ખેતી તથા આજીવિકા અંગે વાતચીત કરીને વિગતો મેળવી હતી. પરિવારના બાળક સાથે પણ વડિલ વાત્સલ્ય ભાવથી મુખ્યમંત્રીએ તેના અભ્યાસ અને શાળા વિષે વાતચીત કરી હતી.

પીપર ગોટા જેવા નાનકડા ગામના આદિવાસી કસબામાં મુખ્યમંત્રીના આગમન અને ભૂપેન્દ્ર પટેલની સાવ સાહજીક અને સરળ શૈલીથી આદિવાસી પરિવારોએ આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલ ચાલ પુછવા આવ્યા તેવી અદમ્ય લાગણી અનુભવી હતી.