લીમડીમાં દિવાળીના ઝધડાની અદાવતે વકીલ પર લોખંડના પંચથી જીવલેણ હુમલો

લીમડીમાં દિવાળીના દિવસોમાં થયેલા જુના ઝધડાની અદાવત રાખી ચાર શખ્સોએ વકીલ અને તેમના પિતરાઈ ભાઈ પર લોખંડના પંચ તથા લાકડીઓથી હુમલો કર્યાની ધટના સામે આવી છે. હુમલામાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

લીમડીમાં જૈન મંદિર સામે રહેતા અને ઝાલોદ-દાહોદ કોર્ટમાં વકીલાત કરતા જયદિપકુમાર મોરી તેમના પિતરાઈ ભાઈ મનદિપ સાથે ગાયને દવા આપવા વાડીમાં પરત ફરતી વખતે વાડીના રસ્તા પર સફેદ અર્ટિગા કારમાં આવેલા ક્રિસ ઉર્ફે ગુડ્ડુ ગડરીયા, નિહાર ગડરીયા, વિરેન ભોઈ સહિત ચાર શખ્સોએ તેમનો રસ્તો રોકયો હતો. દિવાળીના દિવસે જુના ઝધડામાં વચ્ચે પડવા બાબતે ઉશ્કેરાઈ આરોપીઓએ ગાળો આપી હુમલો કર્યો હતો. નિહારે લોખંડની પાઈપથી પીઠ પર ફટકા માર્યા હતા. જયારે ક્રિસે લોખંડના પંચથી માથાના ભાગે પાંચથી સાત ધા ઝીંકયા હતા. ભાઈ મનદિપ છોડાવવા વચ્ચે ૫ડતા તેણે પણ માથામાં પંચ અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન વકીલના ગળામાંથી સોનાની ચેઈન ૫ણ તોડી લેવામાં આવી હતી. બંનેને સારવાર માટે લીમડી હોસ્પિટલમાં અને ત્યારબાદ ઝાયડસ હોસ્૫િટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી કારમાં ફરાર થઈ ગયા હતા. આ મામલે જયદિપ મોરીએ હુમલાખોરો સામે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ૫ોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.