લુણાવાડામાં નકલી ચલણી નોટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ એલ.સી.બી.એ રાજસ્થાનથી ઝડપ્યો

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલા નકલી ચલણી નોટના ગુનામાં ફરાર આરોપીને તેના વતન રાજસ્થાનમાંથી પંચમહાલ એલસીબીએ ઝડપી પાડ્યો છે.

મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઈવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ.કે.ખાંટની સુચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા એલસીબી બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ હતી. અને નાસતો ફરતો આરોપી મોગનરામ સોમલાભાઈ પારગી(રહે.ગાંગરતલાઈ જિ.બાંસવાડા, રાજસ્થાન)નાનો હાલ તેના ધરે હાજર છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ તેના ધરે જઈ તપાસ કરતા ઉપરોકત ગુનાનો આરોપી મળી આવેલ જેથી આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.