પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેઢીયા ગામ નજીક હાઈવે-રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ વર્ષિય યુવકનુ મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર બેઢીયા ગામ નજીક હાઈવે રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકે પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરિયાદીના મોટા બાપાના અજય લક્ષ્મણસિંહ રાઠોડ (રહે.કુટેવાળ,તા.કાલોલ)ની મોટરસાયકલને પાછળથી જોરદાર ટકકર મારી હતી. અકસ્માતને પગલે અજય રાઠોડ રોડ પર પટકાતા તેના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હત. આ બાબતે જયદીપભાઈ દશરથભાઈ રાઠોડની ફરિયાદના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.