નસવાડી તાલુકાના મોંઘલા ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરવા છતાં સરપંચ સામાન્ય સભા ન બોલાવતા મામલો તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંૅચતા તાલુકા વિકાસ અધિકારીએ એજન્ડા બહાર પાડ્યા હતા. હવે મતદાનની પ્રક્રિયા ૨૦ નવેમ્બરના રોજ યોજાશે.
મોંઘલા જુથ ગ્રામ પંચાયતમાં ૮ વોર્ડના ચુંટાયેલા સભ્યોએ સરપંચ સામે તા.૨૭/૧૦/૨૬ ના રોજ અવિશ્ર્વાસની દરખાસ્ત મુકી હતી. જેમાં સરપંચ તરીકે તડવી ગીતાબેન મુકેશભાઈ લીધો ત્યારથી લગાવીને એક વર્ષના ઉપરાંતના સમયથી મોઘલા જુથ ગ્રામ પંચાયતના હિસાબો તેમજ ગ્રામ પંચાયતમાં નિયમિત સભા અને વિકાસના કામોમાં ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર સરપંચ મનસ્વી રીતે વહીવટઠ કરતા ગ્રામ પંચાયતના સભ્યોએ વારંવાર સરપંચને આની રજુઆત કરવા છતાં સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોની રજુઆત સાંભળતા ન હોવાથી મહિલા સરપંચના પતિ સમગ્ર પંચાયતનો વહીવટ કરતા હોવાના આક્ષેપોને લઈ પાંચ સભ્યોએ અવિશ્ર્વાસ તલાટી સમક્ષ રજુ કરી હતી. જેને લઈ નિયમ મુજબ ૧૫ દિવસની અંદર અવિશ્ર્વાસની દરખાસ્ત ૫ર મતદાન કરાવવા માટે ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા બોલાવવાની સત્તા સરપંચ પાસે હતી. પરંતુ ૧૫ દિવસ વિતી જવા છતાંય સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવી ન હતી. આથી હવે ગ્રામ પંચાયતની કલમ ૬૪ મુજબ સરપંચ દ્વારા સામાન્ય સભા ન બોલાવાતા તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ કરતા સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચતા તાલુકા વિકાસ અધિકારીએ એજન્ડા બહાર પાડી તા.૨૦/૧૧/૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મોંઘલા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભા બોલાવી છે. જેમાં બેઠક અધિકારી તરીકે નીરવભાઈ પટેલનાઓની નિમણુંક કરી છે. જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજાશે અને મતદાન પ્રક્રિયા થશે.