ગોધરા પોલીસ ચોકી નં.-૭ની સામે નડતરરૂપ બિનઉપયોગી થાંભલો હટાવવા રજુઆત

ગોધરા શહેરના હાર્દસમા પોલન બજાર નજીક આવેલ વિસ્તારમાં પોલીસ ચોકી નં.-૭ ની સામે છેલ્લા ૧૦ વર્ષથી જાહેર માર્ગની મધ્યમાં જ આવેલો બિનઉપગોગી થાંભલો ટ્રાફિક માટે માથાનો દુ:ખાવો બન્યો છે. ત્રણ દિશામાંથી સતત ધમધમતા આ વ્યસ્ત માર્ગ પર થાંભલાના કારણે વારંવાર ચકકાજામ થાય છે. જેનાથી રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી તેમજ અકસ્માતનો ભય રહે છે. આ વિકટ સમસ્યા અંગે મુસ્લિમ અગ્રણી અને એડવોકેટ રમઝાની વાય.જુજારાએ ગોધરા નગરપાલિકામાં લેખિત અને મોૈખિક રજુઆતો કરી હતી. જેના પગલે પાલિકા ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોનીએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતુ. અને ટુંક સમયમાં આ સમસ્યા ઉકેલવાની બાંહેધરી આપી હતી.