શહેરા તાલુકાના નરસાણા-લિબોદ્રા ચોકડી પર શહેરા પોલીસે નંબર પ્લેટ વગરની ઈકો ફોર વ્હીલને શંકાસ્પદ રીતે પસાર થતી હોય તેને રોકી હતી. ઈકો ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીની બોટલ નંગ-૧૨૦૦ કિંમત રૂા.૨,૫૮,૯૧૨/- તથા મોબાઈલ ફોન, ગાડી મળી કુલ રૂ.૫,૬૦,૯૧૨/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
શહેરા તોલીસ નરસાણા-લિબોદ્રા ચોકડી પાસે નાકાબંધી કરી ચેકીંગમાં હોય દરમિયાન નંબર પ્લેટ વગરની ઈકો ગાડી શંકાસ્પદ પસાર થતી હોય જેને રોકવામાં આવી હતી. ઈકો ગાડી માંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો ન:ગ-૧૨૦૦ કિંમત રૂ.૨,૫૮,૯૧૨/-, ઈકો ગાડી, મોબાઈલ ફોન મળી કુલરૂ.૫,૬૦,૯૧૨/-ના મુદ્દામાલ સાથે રમેશભાઈ આલાભાઈ મીણા (રહે. આજની કાનોડ, ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આરોપી કૈલાશભાઈ માવાભાઈ મીણા પોલીસ કાર્યવાહી દરમિયાન નાશી છુટીયો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.