નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં અવિશ્ર્વાસની દરખાસ્તનો વિવાદ ફરી વકર્યો

નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ વિ‚દ્ધ અવિશ્ર્વાસની દરખાસ્તને લઈ શ‚ થયેલો વિવાદ ફરી વકર્યો છે. ગત તા.૪/૧૧/૨૬ ના રોજ અવિશ્ર્વાસની દરખાસ્તના મતદાન દરમિયાન ત્રણ સભ્યોને ગ્રામ પંચાયત કચેરીમાં પુરી દઈ તાળું મારી દેવાની ધટના બની હતી.

આ મામલે ગ્રામ પંચાયતના વોર્ડ નં.-૧ ના સભ્ય જાવેદભાઈ શહીદમીંયા શેખે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી છે કે, જાવેદભાઈ શેખે રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે, અવિશ્ર્વાસની દરખાસ્તના મતદાનના દિવસે સરપંચ દ્વારા ગ્રામ પંચાયત કચેરીમાં તાળા મારી ત્રણ સભ્યોને અંદર પુરી દીધા હતા. આ ધટનાનો રિપોર્ટ તૈયાર કરતી વખતે તલાટીએ અજાણ્યા શખ્સો દ્વારા તાળુ માર્યુ હોવાનુ દર્શાવ્યુ હોવાનુ જણાવી તલાટી સરપંચને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.સભ્ય દ્વારા ધટનાને લગતા તમામ દસ્તાવેજો અને રિપોર્ટની નકલની માંગણી કરી છે. તેની સાથે જ સરપંચ દ્વારા તાળા માર્યા હોવાના પુરાવા હોવા છતાં તલાટી દ્વારા હકીકત સંતાડી હોવાનો આક્ષેપ કરી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ રજુઆતને પગલે તાલુકા વિકાસ અધિકારીએ તે સમયે ફરજ બજાવતા નસવાડી જુથ ગ્રામ પંચાયતના તલાટીને જ આ મામલે તપાસ કરવા આદેશ આપ્યા છે. જોકે તલાટીના રિપોર્ટ સામે જ ફરિયાદ કરી છે. તેમને જ તપાસ સોંપાતા તપાસની નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વોર્ડ નં.-૧ ના સભ્ય જાવેદભાઈ શેખે ચિમકી ઉચ્ચારી છે કે, જો આ સમગ્ર ધટનાની નિષ્પક્ષ અને પાદર્શક તપાસ કરવામાં નહિ આવે તો તેઓ ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરશે.