છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી એપીએમસી માર્કેટમાં કપાસની હરાજી શરૂ થતાં જ ખેડુતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ નસવાડી, સંખેડા, બોડેલી અને પાવીજેતપુર તાલુકાના ખેડુતો પોતાના વાહનોમાં કપાસ ભરીને મોટી સંખ્યામાં વેચાણ માટે એપીએમસી ખાતે પહોંચ્યા હતા. હરાજી દરમિયાન કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૯,૦૬૧/-મળતા ખેડુતોમાં ખુશી છવાઈ હતી.
નસવાડી તાલુકામાં સોૈથી વધુ ખેડુતો કપાસનુ વાવેતર કરે છે. પરંતુ આ વર્ષ નસવાડીમાં જીનો શરૂ થઈ નથી. ઉપરાંત ખાનગી વેપારીઓ દ્વારા પણ ખેડુતોને સારો ભાવ ન મળતો હોવાથી નસવાડી સહિત આસપાસના તાલુકાના ખેડુતો બોડેલી એપીએમસીમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા કપાસનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૮,૬૧૭/-નકકી કર્યો છે. જયારે બોડેલીની ખુલ્લા બજારમાં ખેડુતોને રૂ.૯,૦૬૧/-સુધીનો ભાવ મળતા ટેકાના ભાવ મળતા ટેકાના ભાવ કરતા પણ વધુ કિંમત મળી છે. હાલ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શ કરી નથી. નસવાડીમાં છેલ ત્રણ વર્ષથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરી હતી. પરંતુ આ વર્ષ ખરીદી શરૂ ન થતાં નસવાડીના ખેડુતોને કપાસ વેચવા માટે બોડેલી આવવાની ફરજ પડી રહી છે. બોડેલી ખાતે કપાસ વેચ્યા બાદ ખેડુતો પોતાની જરૂરિયાતની સામગ્રીની પણ ખરીદી કરી રહ્યા છે. જેના કારણે બોડેલીના વેપારને ફાયદો થઈ રહ્યો છે.