
છોટાઉદેપુર જીલ્લાના નવા બનેલા કદવાલ તાલુકામાં સ્ટેમ્પ વેન્ડરની ઓફિસ શરૂ થઈ છે. ઝરી ગામના કિરણકુમાર વજેસિંહભાઈ રાઠવાએ લાયસન્સ મેળવીને આજે ઓફિસ શરૂ કરી હતી.
કદવાલ તાલુકાના લોકો લાંબા સમયથી ગામમાં સ્ટેમ્પ વેન્ડરની સેવા શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. હવે કદવાલ અને આસપાસનાં ૪૨ ગામના લોકોને આ સેવા મેળવવામાં સરળતા રહેશે.