મુખ્યમંત્રી ત્રિદિવસીય દાહોદ જીલ્લાના પ્રવાસે ગરબાડામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ

-ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ: પ્રવાસ દરમિયાન મુખ્ય મંત્રી બાબા ધોડાજા દેવમંદિરમાં દર્શન-પૂજન કરી અને રાત્રિના સમયે સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓના ભજન-કીર્તનમાં પણ સહભાગી થયા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજથી (૧૮ નવેમ્બર) દાહોદ જીલ્લાના ત્રિદિવસીય (૭૨ કલાકના) વિશેષ આદિજાતિ વિસ્તારના પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીએ ગરબાડા ખાતે પહોંચીને આદિવાસી સમાજના આરાધ્ય દેવ અને ક્રાંતિનાયક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યઓ, ભાજપ જીલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસના મુખ્ય આકર્ષણો અને કાર્યક્રમો ગરબાડાથી પ્રવાસનો પ્રારંભ મુખ્યમંત્રી સવારે ગરબાડા હેલિપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ સીધા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જોડાયા હતા.

આદિવાસી પરિવાર સાથે ભોજન અને શત્રિરોકાણ તા ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આ ૭૨ કલાકના પ્રવાસમાં મુખ્યમંત્રી સર્કિટ હાઉસ કે હોટેલને બદલે ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સામાન્ય આદિવાસી પરિવારોના ઘરે પરંપરાગત ભોજન લેશે અને સ્થાનિક સ્તરે જ રાત્રિ રોકાણ કરશે. સીધો જનસંપર્ક અને સમીક્ષા: ત્રણ દિવસ દરમિયાન મુખ્યમંત્રી ગ્રામીણ સ્તરના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળશે. આ ઉપરાંત ધાનપુર અને દાહોદ વિસ્તારમાં જીલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ: પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી બાબા ધોડાજા દેવ મંદિરમાં દર્શન પૂજન કરશે અને રાત્રિના સમયે સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓના ભજન-કીર્તનમાં પણ સહભાગી થશે. પ્રવાસનો મુખ્ય હેતુ: સરકારી કચેરીઓની બહાર નીકળીને છેવાડાના આદિવાસી વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ, સ્થાનિક જ‚રિયાતો અને સરકારી યોજનાઓની અમલવારીનો સીધો તાગ મેળવી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ નિમિતે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.