
પંચમહાલ જીલ્લાના ગોધરામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હાજર ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આદિવાસી સમાજ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ હિન્દુ છે અને હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ છે.
પૂર્વ મુખ્યમંત્રીના નિવેદનને ભાગલા પાડવાનું ષડયંત્ર ગણાવ્યું મીડિયા સાથે વાત કરતાં શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ આદિવાસીઓ હિન્દુ નથી એવું નિવેદન આપ્યું છે. તેમના મતે, આ નિવેદન હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં શંકરસિંહ વાઘેલાનું સીધું નામ લીધું નહોતું.
હિન્દુ સમાજની એકતા તોડવા ભ્રામક પ્રચાર થતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ હિન્દુ છે અને તે હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હિન્દુ સમાજની એકતા તોડવા અને સમાજમાં વિભાજન ઊભું કરવા માટે ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે.
આવા નિવેદનોથી સમાજમાં ગેરસમજ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી શૈલેષ મહેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોથી સમાજમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. ગોધરામાં બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા મહિલા સંમેલન બાદ તેમણે મીડિયા સમક્ષ આ પ્રતિક્રિયા આપી હતી.