બોડેલી તાલુકાના અલ્હાદપુરા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે પાંચ લોકોને પકડ્યા. ટીમે બર્ગમેન ગાડીમાંથી રૂ.૩.૯૧ લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અલ્હાદપુરા નજીક દરોડો પાડ્યો હતો. દારૂ અને વાહન સહિત કુલ રૂ.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા લોકોની ઓળખ, દાનો ચોક્કસ જથ્થો અને આગળની કાયદેસરની કાર્યવાહી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.