છોટાઉદેપુર જીલ્લામાં ૧૩ નવેમ્બરથી એપ મારફતે ખેડુતો બુકીંગથી ખાતર નોંધાવી શકશે

છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતોને રવિ પાકની સિઝન દરમિયાન રાસાયણિક ખાતર સમયસર, સરળતાથી, કોઈપણ જાતની હાલાકી વગર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તા. 13 નવેમ્બરથી FFS ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન મારફતે ”ટોકન સિસ્ટમ”થી ખાતર વિતરણની કામગીરીનો વિધિવત પ્રારંભ કરી દેવાયો છે.

આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેના કારણે ડેપો કે મંડળી ઉપર લાગતી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. FFS એપ્લિકેશનના માધ્યમથી દરેક જરૂરિયાતમંદ ખેડૂતને તેમની જમીન અને પાકની જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં ખાતર મળી રહેશે.

તદુપરાંત ભાડુઆત ભાગીયાથી ખેતી કરતા, વન અધિકારપત્ર ધરાવતા, મંદિર ટ્રસ્ટ સંસ્થાની જમીનમાં ખેતી કરતા તેમજ રાજસ્વ પટ્ટાધારકો (નદી ડેમની જમીનમાં ખેતી કરતા વગેરે) આ તમામ ખેડૂતો પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી ખાતર ખરીદી શકશે.

ટોકન મેળવવા કે, એપ્લિકેશનના ઉપયોગ અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો નજીકનાં ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધવા અનુરોધ છે.જીલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈપણ ખેડૂતે ગભરાટ રાખવાની કે બિનજ‚રી સંગ્રહ કરવાની જ‚ર નથી.