દે.બારીઆ તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચોમાસામાં અપુરતા વરસાદના કારણે મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, તુવેર, મગ, અડદ, સોયાબીન સહિતના તમામ પાકો નિષ્ફળ જતા ખેડુતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતોના હિતમાં વિમો જાહેર કરવા માંગ કરાઈ છે.
દે.બારીઆ તાલુકામાં ઓછા વરસાદના કારણે ગામના તળાવો, કુવાઓ અને નદીઓ કોરી જણાય છે. તાલુકામાં વરસાદી ખેતી ઉપર નિર્ભર ખેડુતો સામાન્ય વરસાદમાં મકાઈ, ડાંગર, સોયાબીન, તુવેર, મગફળી, મગ, અડદ, કપાસ, શણ, બાજરી, જુવાર, બાવટો સહિત અન્ય પાકોની વાવણી કરી હતી. શઆતમાં સારો વરસાદ થવા બાદ ખેડુતોને ચોમાસુ સા જશેની આશા હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. જેને કારણે ખેડુતોના પાક નિષ્ફળ જવાની આરે છે. મોંઘા ભાવનુ બિયારણ, ખાતર, ખોળ, ખેડાણ અને મજુરીના નાણાં ચુકવ્યા બાદ પાક નિષ્ફળ જાય તો ખેડુતો આર્થિક રીતે દેવામાં ડુબી જાય તેમ છે. ત્યારે જો પાક નિષ્ફળ જાય તો ધિરાણની રકમ કઈ રીતે ભરપાઈ કરવી તેની ચિંત ખેડુતોને સતાવી રહી છે. જેથી રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં પાકની સાચી અનાવારી નકકી કરી પાક વિમો તેમજ ખેત ધિરાણ માફી યોજના જાહેર કરવા માંગ કરાઈ છે.