હાલોલ તાલુકાના નવા ઢીંકવા સ્મશાન નજીક તળાવમાં ૪૬ વર્ષીય વ્યકિત ન્હાવા ગયેલ હોય ન્હાતી વખતે તળાવના ઉંડા પાણીમા: જતા રહેતા ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું હતું.
હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામે રહેતા પ્રતાપભાઈ છોટુભાઈ નાયક ઉ.વ.૪૬ સ્મશાન નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયેલ હતો. દરમિયાન તળાવમાં ન્હાતી વખતે તળાવની વચ્ચેના ભાગે ઉંડા પાણીમાં જતા રહેતા પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.