દાહોદના ચુંદડી ડેમ નજીક રાત્રિના સમયે દિપડો જોવા મળતા આસપાસના સ્થાનિક નાગરિકો અને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ડેમ તથા રહેણાંક વિસ્તારની આસપાસ વન્યજીવની હાજરી નોંધાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક જરૂરી ચકાસણી હાથ ધરવા તેમજ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોએ માંગ કરી છે.
નાગરિકો અને આસપાસના ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ડેમ તથા તેની આસપાસના ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં રાત્રિના સમયે બિનજરી અવર જવર કે હરવા-ફરવાનુ ટાળવા તેમજ એકલા બહાર ન નીકળવા જણાવ્યુ છે. જરૂરી કામસર રાત્રે બહાર જવુ પડે તો એકલા જવાને બદલે જુથમાં જુવા અને ટોર્ચ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકોએ પણ પોતાના પાલતુ પ્રાણીઓ તથા ઢોર ઢાંખરને સુરક્ષિત બંધિયાર જગ્યાએ રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈ સ્થળે દિપડો કે અન્ય શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો ગભરાયા વગર તાત્કાલિક વન વિભાગને જાણ કરવા જણાવાયુ છે. સાથે જ લોકોએ અફવાઓથી દુર રહી સાવચેતી રાખવા અપીલ કરી છે.